Jeevan Ek Utsav | Celebrating Life | Gujarati Book Paperback (Rishi Nityapragya)

233.00

9789395339148

Out of stock

પ્રકૃતિએ મનુષ્યના મનને અસીમ ક્ષમતાઓ અને વિલક્ષણ સિદ્ધિઓ પ્રદાન કરેલી છે. કૌટુંબિક તથા વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળ અને પ્રભાવી હોવાની સાથે સાથે, સ્વયંની ચેતનાની સંપૂર્ણ ખિલવણી સુનિશ્ચિત કરવી એ પણ મનુષ્ય જન્મનો મૂળભૂત ઉદ્દેશ્ય છે.
‘જીવન… એક ઉત્સવ’ પુસ્તકમાં ઋષિ નિત્યપ્રજ્ઞાજી, મનુષ્ય મનની અસીમ ક્ષમતાઓને ઉજાગર કરતાં, આ જીવનને સાર્થક બનાવીને જીવી લેવાનાં ગહન રહસ્યોનું અનાવરણ કરી રહ્યા છે.
આ પુસ્તકમાં આપની વ્યક્તિગત ચેતનાના સંવર્ધનને માટે અતિ આવશ્યક આ બે પદોનું સૂક્ષ્મ વિશ્લેષણ મળશે :
(1) આપના મનની ચિંતા, ભય, આત્મગ્લાનિ અને સંકોચ જેવી બધી નકારાત્મક ભાવનાઓ તથા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવી હાનિકારક આદતોને ઓળખી લઈને તેનાથી મુક્તિના ઉપાય.
(2) સ્વયંના જીવનને સુશોભિત કરનારા ઉત્સવ, પ્રેમ, કરુણા અને સત્ય જેવા અતિ સુંદર ભાવોને જ્યારે ઇચ્છો, જ્યાં ઇચ્છો (ત્યાં અને ત્યારે) મનમાં જગાવી લેવાની કળા.
‘જીવન… એક ઉત્સવ’, એક પ્રામાણિક અભિયાન છે…
પરિસ્થિતિઓ પર પ્રભુત્વ મેળવવાનું…
સ્વયંની દિવ્યતાને ઓળખી લેવાનું
જીવનને એક ઉત્સવ બનાવી લેવાનું

Weight 215 g