Kagar Tarkat Ane Qayamat | Gujarati Books Paperback (Parth Nanavati)
9789386669179
Out of stock
મનહર ગોકાણી જેવો નામચીન પત્રકાર અફઝલ ખાન જેવા કુખ્યાત ડોનની દોસ્તી કરીને એના રહસ્યને સાચવીને ગુમનામ જિંદગી જીવતો હોય છે. ગોકાણીનો એનીમી નંબર વન ટંડેલ પણ પોલીસ ખાતાની નોકરી છોડીને ગોકાણીને તબાહ કરવાના એકમાત્ર મકસદથી ગોકાણીની પાછળ લાગેલો હોય છે.
મુંબઈ યુનિવર્સિટી, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનીકેશન એન્ડ જર્નાલીઝમના આ ત્રણ વિદ્યાર્થી પોતાના છેલ્લા સેમેસ્ટરના રીસર્ચ પ્રોજેક્ટ માટે મનહર ગોકાણી જેવા કુખ્યાત પત્રકાર પર કામ કરવા માટે અહીં આ શહેરમાં આવ્યા ત્યારે એમને ક્યાં ખ્યાલ હતો કે આટલું રસપ્રદ અને લોહિયાળ ફાઈનલ સેમેસ્ટર વર્ક મુંબઈ યુનિ. ના ઇતિહાસમાં ક્યારેય થયું નથી અને કદાચ થશે પણ નહી.
દોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે.
**
તરકટ
વરુણ જયારે ભાનમાં આવે છે ત્યારે સૌથી પહેલા એની નજર એના દોસ્ત જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડે છે. અને શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે છે. યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં
*
કયામત
કર્નલ બત્રાના મિશનનો એકમાત્ર મકસદ હોય છે. લોકેશન ઝીરો પર લીબિયાના ગદાફી જુનીયરની આર્મી દ્વારા કેદ કરવામાં આવેલા ડોક્ટર મુકરજી અને એમના કોવીડના સંશોધનને સહી સલામત ભારત પાછા લઇ આવવા. શું મિશન કયામત એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં
Weight | 210 g |
---|