Manna Chamtkaro | Miracles Of Your Mind | Gujarati Book Paperback (Joseph Murphy)
₹150.00 ₹120.00
9789355431370
Out of stock
જાગ્રત મન પાસે પસંદગીની શક્તિ હોય છે; બીજી બાજુ, અર્ધજાગ્રત મન તો તેને જેટલું કરવાનું કહેવામાં આવે તેટલું જ કરે છે. આ પુસ્તકમાં સેલ્ફ-હેલ્પના સિદ્ધહસ્ત ગુરુ ડૉ. જૉસેફ મર્ફી અર્ધજાગ્રત મનની સુષુપ્ત શક્તિઓ વિશે વિસ્તારથી જણાવે છે. અર્ધજાગ્રત મનમાં અનેક એવી શક્તિઓ ધરબાયેલી પડી છે, જે આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. આપણા મનની — ખાસ કરીને અર્ધજાગ્રત મનની આ શક્તિનું દોહન કઈ રીતે કરવું તેનો સ્પષ્ટ માર્ગ તેઓ ચીંધી આપે છે. તેઓ આપણા વિચારો તથા કાર્યોના પ્રોગ્રામિંગ માટે અર્ધજાગ્રત મનને હકારાત્મક દિશામાં કઈ રીતે વાળી શકાય કે જેથી તે આપણને સફળતા અપાવડાવે, તેના વિશે માર્ગદર્શન આપે છે.
આપણા મનમાં ચમત્કાર કરવાની અદ્ભુત શક્તિ છે. તે આપણને અઢળક સફળતા અને ધન અપાવડાવી શકે છે. તે આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તે આપણા પારિવારિક વાતાવરણને સૌહાર્દ તથા સદ્ભાવથી ભરી શકે છે. તે આપણને દારૂ તથા નશાની ખોટી ટેવોમાંથી બહાર કાઢી શકે છે. તે આપણા લગ્નજીવનને પણ સુખમય બનાવી શકે છે. ટૂંકમાં, તમામ મહત્ત્વના નિર્ણયોમાં તે મૂલ્યવાન માર્ગદર્શન આપે છે
Weight | 68 g |
---|
Related Products
sold out
sold out
sold out
sold out
sold out