Sugandh Ekbijani | Gujarati Book Paperback (Kaajal Oza Vaidya)

170.00

9789390521326

In stock

SKU: 9789390521326 Category: Tags: , , ,

ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે, આપણે પણ સામે બોલ્યાં હોઈશું કે એમને દુઃખ થાય એવી રીતે એમનું અપમાન કર્યું હશે… બધાએ ન કર્યું હોય તો પણ, આપણામાંના ઘણા હશે જે પોતાનાં માતા-પિતાની બધી વાત સાથે સહમત નહીં થઈ શક્યા હોય. આજની પેઢી અસહમત થાય એની સામે કોઈ વિરોધ ન જ હોઈ શકે. બે પેઢીઓ દરેક વાતમાં સહમત હોય એ શક્ય પણ નથી અને ઇચ્છનીય પણ નથી, પરંતુ જ્યારે જ્યારે કાયદો તોડવામાં આવે ત્યારે વિનય ન ચુકાવો જોઈએ એ વાત કદાચ નવી પેઢી અથવા ટીનએજથી પચ્ચીસ-છવ્વીસ સુધીની ઉંમરના યુવાનોને સમજાતી નથી.
[ પુસ્તકના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ…’ લેખમાંથી ]

એક એવી પેઢી જે આવતાં ૧૦-૧૫ વર્ષમાં સંસાર છોડીને ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે, પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલદી સૂએ, સવારે જલદી જાગે, સવારના અંધકારમાં ફરવા નીકળે, આંગણાના ફૂલ-છોડને પાણી પિવડાવે, દેવપૂજા માટે ફૂલ તોડે, રોજ પાઠ-પૂજા કરે ને મંદિર પણ જાય. રસ્તામાં મળે એને સુખ-દુઃખ પૂછે, બે હાથ જોડીને પ્રણામ કરે. સ્નાન વગર અન્નનો કોળિયો ગળે ન ઉતારે. તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અન્ન, શાકભાજી, તીર્થ, રીતિરિવાજ અને સનાતન ધર્મની એમની પોતાની વ્યાખ્યાઓ છે. આ પેઢી ફોન નંબરની ડાયરી રાખે છે. હજી કાગળનું છાપું હાથમાં પકડીને વાંચે છે. એમને હજીયે બે આંખની શરમ છે અને સમાજનો ડર છે. એ જૂના ચપ્પલ સંધાવીને પહેરે છે. ચશ્માની દાંડી તૂટી જાય તો દોરા લપેટે છે. નજર ઉતારે છે, લીમડાનું કે બાવળનું દાતણ મળે તો રાજી થઈ જાય છે. એમને હજી ઘરનું જ ભોજન ભાવે છે… શાકભાજીની લારી કે રિક્ષાવાળા સાથે બે રૂપિયા માટે જીભાજોડી કરે છે. આ પેઢી સંતોષભર્યું જીવન, સાદગી સાથે વિતાવે છે.
[ પુસ્તકના ‘મેરા દેશ બદલ રહા હૈ?’ લેખમાંથી ]

એક મોટા દરિયા, નદી કે કોઈ વાસણમાંથી પણ લોટો ભરીને પાણી કાઢી લઈએ તો એ પાણીના અભાવમાં વાસણ રડતું નથી. ઘરમાંથી ગયેલી વ્યક્તિને યાદ કરીને ઘર માથાં પછાડતું નથી. કબાટમાં લટકતી સાડી છ મહિના, વર્ષ સુધી ચૂપચાપ લટક્યા કરે છે. એ હાથ લંબાવીને આપણને બોલાવતી નથી… સમય સાથે માણસે ધીમે ધીમે પોતાના વ્યક્તિત્વને એવું બનાવું જોઈએ કે આ વસ્તુઓ જેમ આપણા તરફ આકર્ષાતી નથી એમ જ આપણે પણ વસ્તુઓથી બંધાવાનું છોડવું જોઈએ. જે ઘર બનાવવા માટે આખી જિંદગી ખર્ચી નાખીએ, જે કપડાં ખરીદવા, દાગીના વસાવવા કે પૈસા બચાવવા માટે આપણી જિંદગીનો વધુમાં વધુ સમય આપણે વાપરી નાખીએ એ બધું તો અહીં જ મૂકીને જવાનું છે એવી આપણને બધાને ખબર તો છે જ, બસ! સમજ નથી!
[ પુસ્તકના ‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહેસૂસ હો જહાં’ લેખમાંથી ]

Weight 175 g