Super 30 Na 30 Vidhyarthio Dwara Vishva-Parivartan | Book Paperback (Biju Methew)
9789393223616
Out of stock
આનંદની સંઘર્ષયાત્રા
(હજારો સપનાં — એક આનંદ)
પોતાની નબળી અને સાવ સામાન્ય પૃષ્ઠભૂમિના કારણે પાંગળી હાલતમાં રહેલ, આ એક અતિ હોશિયાર અને અદ્ભુત કૌશલ્ય ધરાવતા ગણિતશાસ્ત્રી, આનંદે પોતાની આ નિષ્ફળતાઓને એક પ્રેરણાદાયક સફળતામાં ફેરવી નાખી છે. — પ્રકાશ ઝા
આનંદકુમાર એક ગણિતના શિક્ષકે, તમામ પડકારોનો સામનો કરી અને વિશ્વભરની એક સૌથી સફળ અને નવા જ પ્રકારની પહેલ સુપર 30ની શરૂઆત કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ગૌડિય મઠ, પટણામાં જન્મેલા આનંદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લાયક બન્યા હતા, પરંતુ, તેઓ વધુ અભ્યાસ માટે ત્યાં જઈ ન શક્યા, કારણ કે તેમની પાસે એટલા પૈસા ન હતા અને તેના બદલામાં તેમણે સાઇકલ ઉપર ફરીને પાપડ વેચવાનું શરૂ કર્યું. તેમણે પોતાની નિષ્ફળતાઓને સ્વીકારી, 2002માં વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને આઇઆઇટી–જેઇઇની પરીક્ષાઓની તૈયારી કરાવવા માટેની એક અદ્ભુત અને નવા જ પ્રકારની શાળા શરૂ કરી. સુપર-30ની સફળતાનો આંક આશ્ચર્યજનક રીતે ઊંચો છે અને દર વર્ષે 30માંથી લગભગ 27થી 28 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થાય છે. આ હૃદયસ્પર્શી અને જિગર હલાવી દેતી એક દીર્ઘદ્રષ્ટા શિક્ષક્ની અદ્ભુત કહાણી છે, જેમણે આ કોલસમાં છુપાયેલા હીરાઓને ઓળખી અને તેમને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન કરી, તેમને પેઢીઓથી ચાલી આવતી ગરીબીની પકડમાંથી બહાર લાવી તેમની અંદર રહેલ તેમના કૌશલ્યનો અહેસાસ કરાવ્યો.
‘અકલ્પનીય. વિશ્વની ચાર સૌથી અનોખી શાળાઓ પૈકીની એક.’ — ન્યૂઝ વીક
‘સામાજિક પરિવર્તન માટેનો એક ક્રાંતિકારી પ્રયોગ.’ — બીબીસી
‘એશિયાનું 2010નું સર્વશ્રેષ્ઠ.’ — ટાઇમ
‘કોઈને પણ તેને પથ્થરને પારસ બનાવી દેતાં મિડાસની ઉપમા આપવાનું મન થાય છે.’ — ધ હિન્દુ
Weight | 197 g |
---|